Showing posts with label EWS. Show all posts
Showing posts with label EWS. Show all posts

Saturday, August 22, 2020

બિન અનામત વર્ગ આયોગ માહિતી પુસ્તિકા 2020

ગુજરાત રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય એ હેતુથી અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સિવાયની અન્ય જ્ઞાતિઓ કે જેને બિન અનામત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે, તે પૈકી વિકાસના લાભોથી વંચિત એવા આર્થિક રીતે નબળા વર્ગોની સમસ્યાઓના  સમાધાન અને કલ્યાણ માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ-05-10-2017 ની અધિસુચનાથી 'ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગની' સ્થાપના કરવામાં આવી છે.

બિન અનામત વર્ગોની મુશ્કેલીઓ, પીડાઓ, જરૂરિયાત બાબતે આયોગ, બિન અનામત વર્ગના આગેવાનો/સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે પરામર્શ ચર્ચાઓ કરીને સરકારને તેને અનુરૂપ યોજનાઓ માટે ભલામણ કરી તેનો અમલ થાય એવા પ્રયાસો કરે છે.


બિન અનામત વર્ગો માટેની 4 ધિરાણ યોજનાઓ અને 5 સહાયની યોજનાઓના અમલ કરવા માટે રાજ્ય સરકારે 'ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ' ની રચના કરેલ છે.


જરૂરિયાતમંદને યોજનાઓનો સમયસર અને પૂરતો લાભ મળે એ હેતુથી એક માર્ગદર્શિકા બનાવેલ છે જે દરેકને ઉપયોગી થશે.


માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો.

Sunday, August 9, 2020

આર્થિક રીતે નબળા વર્ગોના (EWS) પ્રમાણપત્રોની માન્યતા 3 વર્ષ કરવા બાબત.

 આર્થિક રીતે નબળા વર્ગોના (EWS) પ્રમાણપત્રોની માન્યતા 3 વર્ષ કરવા બાબત.સામાજિક ન્યાય ને અધિકારીતા વિભાગના તારીખ- 26/06/2020 ના ઠરાવ અન્વયે તારીખ 25/01/2019 થી 12/09/2019 વચ્ચે ઈશ્યૂ થયેલા EWS પ્રમાણપત્રોની ઇશ્યુ થયેલ તારીખથી 3 વર્ષ માન્ય ગણવામાં આવશે એવો ઠરાવ કરવામાં આવેલ છે.


હવેથી દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં આ તારીખ સુધીમાં ઇશ્યુ થયેલા પ્રમાણપત્ર 3 વર્ષની મુદત માટે માન્ય ગણાશે. પરંતુ આના માટે એક શરત પણ છે કે આ 3 વર્ષના સમયગાળામાં લાભાર્થીની આવકમાં પ્રમાણપત્ર માટે જરૂરી આવક કરતા વધારો થયેલ નથી એવું એક પ્રમાણપત્ર આપવું પડશે.


વધુ માહિતી માટે પરિપત્ર ડાઉનલોડ કરો.