Showing posts with label Gandhiji. Show all posts
Showing posts with label Gandhiji. Show all posts

Saturday, August 8, 2020

Mohandas Karamchand Gandhi- Gandhiji

 About Mohandas Karamchand Gandhi- Gandhiji.


મિત્રો ઘણી બધી જગ્યાએ ગાંધીજી વિશે પૂછવામાં આવતું હોય છે, તેના વિશે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે, રંગોળીની સ્પર્ધા, નિબંધની સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રની સ્પર્ધા આ બઘી સ્પર્ધાઓમાં ગાંધીજી વિશે અવારનવાર પૂછાતું હોય છે, આપણા દરેક રાષ્ટ્રીય તહેવારો પર તેઓને યાદ કરવામાં આવતા હોય છે, પરંતુ આપણી પાસે એના માટેનું પૂરતું જ્ઞાન કે કન્ટેન્ટ હોતું નથી. અને તેના લીધે જ આપણે ક્યારેક આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા અચકાઈએ છીએ કાં તો પછી ભાગ જ લેવાનું ટાળીયે છીએ.


આ ઉપરાંત જે લોકો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે છે એના માટે તો ગાંધીજી ક્યાંક ભાગ્યવાન સાબિત થતા હોય છે કેમ કે પરીક્ષામાં એના વિશે અલગ જ પ્રકારના પ્રશ્નો પૂછવાનો ટ્રેન્ડ શરૂ થયો છે માટે અત્યારની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે ગાંધીજી વિશેનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આજે જરૂરી બનશે.


આપને મૂંઝવતા આ તમામ પ્રશ્નોના સોલ્યુશન માટે હું તમને આજે એક ગાંધીજી ઉપર બનાવેલી સરસ મજાની વેબસાઈટ વિશે જણાવવાનો છું. મિત્રો આ વેબસાઈટમાં તમને ગાંધીજી વિશેની ક્વિઝ, પ્રશ્નોતરી, ચર્ચામંચ, ગાંધીજી ઉપર લખાયેલી બુક્સ તથા ગાંધીજી દ્વારા લખાયેલી બુક્સ આ બધું જ તમને એક જ જગ્યાએ મળી રહેશે. જે બુક્સ તમે બજારમાં ખૂબ બધા પૈસા ખર્ચીને લો છો તે તમને અહીં સાવ મફતમાં મળશે. આ ઉપરાંત ઘણા બધા લેખકો છે કે જેની પાસે ગાંધીજી વિશેનું ખૂબ સારું એવું જ્ઞાન હોય છે તેમના લેખો પણ તમને વાંચવા મળશે.


મિત્રો આપણને ગુજરાતી લોકોને એક ભાષાનો બહુ મોટો પ્રશ્ન હોય છે કે ગુજરાતી સિવાય બીજી ભાષા વાંચવા અને સમજવામાં થોડી તકલીફ પડે તો એનું પણ સોલ્યુશન છે કે આ વેબસાઈટમાં તમને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં પણ સાહિત્ય મળી રહેશે.


માટે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે એકવાર જરૂરથી આ વેબસાઈટની મુલાકાત લે અને બીજા લોકોને પણ આની જાણ કરે જેથી કરીને જેને જરૂરી છે એમને પૂરતું સાહિત્ય એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે.


વેબસાઈટની મુલાકાત માટે અહિયાં ક્લિક કરો