Showing posts with label Maths. Show all posts
Showing posts with label Maths. Show all posts

Tuesday, August 11, 2020

30-30 STEM online weekly Program

 30-30 STEM Online weekly Program for Teacher.
આઈ.આઈ.ટી. ગાંધીનગર અને આઈ.આઈ.એસ.એ.આર પુણે દ્વારા 30-30 Stem સાપ્તાહિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 
આ કાર્યક્રમનો ઉદેશ્ય પાઠ્યક્રમ સાથે જોડાયેલા ગણિત અને વિજ્ઞાન વિષયની વિશેષતાઓ જાણીને વર્ગખંડને જીવંત બનનાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષય સાથે જોડાયેલા વિવિધ રોચક વાતો દ્વારા આ વિષય પ્રત્યેનો ભય દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. શિક્ષકો દ્વારા આ કાર્યક્રમમાં પૂછવામાં આવતા પ્રશ્નોના પ્રત્યુત્તર પણ આપવામા આવશે. માનનીય શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા Tweet કરીને આ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવેલ છે.
શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમ માટે 

આપેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે. 16 ઓગષ્ટથી આ કાર્યક્રમ શરૂ થશે

Monday, August 10, 2020

PhotoMath Application

 Download Photomath application


ઘણી વાર વિદ્યાર્થીઓને ઘરે ગૃહકાર્ય કરવામાં ખાસ કરીને ગણિત વિષયમાં તકલીફ પડતી હોય છે માટે એ ગણિત વિષયથી દૂર ભગત હોય છે અને ગણિત જેવા વિષયમાં તેમની રુચિ ઓછી થતી જાય છે.


એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો


આવા પ્રશ્નોના સોલ્યુશન માટે એક સરસ મજાની એપ્લિકેશન છે જેમાં વિદ્યાર્થી દ્વારા ફક્ત ન આવડતા દાખલાનો ફોટો પાડીને મોકલવાથી દાખલો સ્ટેપ બાય સ્ટેપ ગણીને મોકલશે. જેનાથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર થશે અને સમયસર વિદ્યાર્થીઓ પોતાનું ગૃહકાર્ય કરીને ગણિતમાં રુચિ કેળવતા થશે.


અહીંયા તમને એ એપ્લિકેશન વાપરવાના સ્ટેપ્સ પણ આપવામાં આવેલ છે એ મુજબ ક્રિયા કરવાથી આપ સરળતાથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો.