Showing posts with label SPIPA. Show all posts
Showing posts with label SPIPA. Show all posts

Friday, August 7, 2020

SPIPA Entrance Exam for IAS, IPS, IFS 2020-21

 Sardar Patel Institute of Public Administration




SPIPA દ્વારા વર્ષ 2020-21 માટે તાલીમ વર્ગમાં એડમિશન આપવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને IAS, IPS, IFS જેવી અખિલ ભારતીય સેવાની UPSC દ્વારા લેવાતી પરિક્ષાની તાલીમ આપવામાં આવે છે.


આ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવી જરૂરી છે તેમજ તેમાં મેરિટમાં આવવું જરૂરી હોય છે. જેમાં સૌ પ્રથમ પ્રારંભિક પરિક્ષા લેવામાં આવે છે જેમાં 2 પેપર હોય છે. પેપર-1 જનરલ સ્ટડી 1 નું હોય છે જેમાં 100 પ્રશ્નો અને એક પ્રશ્નના 2 માર્ક એમ કુલ 200 માર્કસનું તથા પેપર 2 CCET નું હોય છે જેમાં 50 પ્રશ્નો અને એક પ્રશ્નના 2 માર્ક એમ કુલ 100 નું હોય છે. બંને મળીને કુલ 300 માર્કસના 2 પેપરના ગુણ થાય છે. બંને પેપરના સયુંકત માર્ક્સ ગણીને મેરીટ બને છે. આ બંને પેપર MCQ પ્રકારના હોય છે જેમાં પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.33 માર્ક નેગેટિવ રૂપે બાદ થાય છે. બંને પ્રશ્નપત્રો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમથી આપી શકાશે.


પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કરનારને બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવે છે જેમાં નિબંધ પ્રકારનું એક પેપર 100 માર્કસનું હોય છે જેમાં 800 શબ્દોમાં 2 નિબંધ લખવાના હોય છે. આમ બંને પરીક્ષાના કુલ 400 ગુણમાંથી અંતિમ મેરીટ બને છે અને તાલીમ વર્ગમાં પ્રવેશ મળે છે.


અરજી કરવાની ફી સામન્ય વર્ગ માટે 300 રૂપિયા છે જ્યારે અન્ય તમામ માટે 100 રૂપિયા છે.

પ્રવેશ માટે કુલ અલગ અલગ શહેરોમાં 500 જેટલી સીટો હોય છે.

અરજી કરવાની તારીખ- 10/08/2020 થી 25/08/2020


ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો


વયમર્યાદા 21 વર્ષ થી 32 વર્ષ સુધીની છે જેમાં 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષની છુટછાટ અલગ અલગ જાતિના વિદ્યાર્થીઓ માટે હોય છે.


નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


અગાઉના વર્ષના પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.